કમીજલામાં જમીન બાબતના ઝઘડામાં જીવલેણ હુમલો

વિરમગામ તાલુકાના કમીજલા ગામે પૈતૃક ખેતીની જમીનમાંથી બે ભાઈઓને ત્રણ ત્રણ વીઘા જ્યારે અન્ય ભાઈને બે વીઘા જમીન આપવા બાબતે પિતાને વારસામાં ઓછી જમીન આપેલ છે જે બાબતે વાતચીત કરવા જતા મોટા ભાઈજી, કાકા, કાકી સહિત પિતરાઈ ભાઈઓએ ધારિયુ, કોદાળી,લાકડી જેવા હથિયારોથી કિશોરભાઈ મનજીભાઈ પટેલ ઉપર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા નળ સરોવર પોલીસ સ્ટેશનમાં સાત વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ અપાઈ છે.
કમીજલા ગામે પોતાના પિતાને વારસામાં ઓછી આપેલા જમીન બાબતે કિશોરભાઈ મનજીભાઈ કોળી પટેલે તેમના કાકી ગીતાબેન જયંતીભાઈ કો પટેલ સાથે વાતચીત કરતા ફરિયાદી સાથે ઉશ્કેરાઈ બોલાચાલી થતા ગીતાબેન જયંતીભાઈ પટેલ ના દીકરાએ ફોન કરી હરેશભાઈ ધારશીભાઈ કો પટેલ વિષ્ણુભાઈ ધારશીભાઈ કો પટેલ મથુરભાઈ કો પટેલને બોલાવતા જગદીશભાઈ જેન્તીભાઈ સંજયભાઈ જયંતીભાઈ જેન્તીભાઈ મથુરભાઈ સહિતના આરોપીઓએ ધારીયા, કોદાળી લાકડી દેવા હથિયારો લઇ આવી ઉપરાણું લઈ ઊંધું ધારીયું મારતા પગમાં ફેક્ચર થઈ ગયુ હતુ.

Social