સાણંદમાં પોલીસે રૂ. 3.45 લાખનો મુદ્દામાલ પરત કર્યો
સાણંદ પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત નવેમ્બર મહિનામાં અલગ અલગ ગુનાની તપાસ દરમ્યાન ભોગબનનાર, ફરિયાદી, આરોપી પાસેથી અલગ અલગ ગુનામાં મુદામાલ કબજે કરવામાં આવેલા અને વાહન અને મોબાઈલ ફોન સહિતનો રૂ.3.45 લાખનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કર્યો હતો.
આ કાર્યક્રમ થકી નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો લોકોનો અભિગમ બદલાય તે ઉદ્દેશ હેઠળ કોઇ ચોક્કસ દિવસે તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવે છે. સાણંદ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેકટર એચ.જી રાઠોડએ તેરા તુજકો અર્પણ કાર્યક્ર્મ અંતર્ગત એક ટીમ બનાવી ક્રાઇમ રાઇટર હેડ દ્વારા મુદામાલ રેક્ડ ચેક કરી જરૂરી કાર્યવાહી કરી મુદામાલના મુળ માલિકને મુદામાલ પરત માટે કામગીરી કરાઇ હતી. જેમાં 3 મોબાઈલ, 3 બાઇક સહિત અન્ય મુદ્દામાલ મળી રૂ.3.45 લાખનો મુદ્દામાલ પરત સોંપાયો છે.
