હાથીજણ પાસે કતલખાને લઈ જવાતી 2 ભેંસ સાથે 2 પકડાયા
હાથીજણ સર્કલ પાસે બે ભેંસને ભરી કતલખાને જતી બોલેરો ગાડીને રોકી પોલીસ બોલાવી પકડાયેલા બે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
વસ્ત્રાલમાં રહેતા જીવ દયા પ્રેમી સેવકોને જાણ થઈ હતી કે બોલેરો ગાડીમાં ગેરકાયદે પશુઓની હેરાફેરી થાય છે. અને આ ગાડી રામોલ રીંગ રોડ થઈ વટવા જનાર છે. જેથી ટ્રસ્ટના માણસો અદાણી સર્કલ ખાતે વોચમાં ઉભા હતા તે દરમ્યાન થોડી વાર પછી બોલેરો ગાડી આવતા ઈશારા કરી ઉભી રખાવતા તેના ડ્રાઈવરે ઉભી રાખેલ નહી જેથી બોલેરો ગાડી નો પીછો કરતા કરતા હાથીજણ સર્કલ નજીક ટ્રાફીક હોય ગાડી આગળ જઈ શકેલ નહી ટ્રસ્ટના માણસોએ સાઇડ ઉપર કરાવેલી ડ્રાઈવરનુ નામ ઠામ પુછતા સલમાન કે પીલભાઈ કુરેશી તથા બીજા ઈસમે મોહમદ શહજાદ અજમતુલા કુરેશી જણાવ્યુ હતુ. બોલેરો ગાડીમાં જોતા પાછળના ભાગે બે ભેંસને ટુંકા દોરડા થી બાંધી અંદર ઘાસચારો કે પાણીની કોઇ વ્યવસ્થા કરી ન હતી. બંને ઇસમોને આ પશુઓ ક્યાથી ભરી લાવેલ છે. અને ક્યા લઈ જાવ છો તેમજ લાવવા લઈ જવા બાબતેના આધાર પુરાવા માગતા તેઓ ગલ્લા તલ્લા કરતા હોય અને કોઈ આધાર પુરાવા ના હોય તેમજ ઉડાઉ જવાબ આપતા ટ્રસ્ટના માણસોએ 100 નંબર પર કોલ કરતા રામોલ પોલીસ વાન આવેલી પણ હદ વિવેકાનંદ નગર પોલીસ ની હોવાથી ગાડી વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન લઈ જતા ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથધરી છે.
74