સાણંદ ન.પાલિકા ખાતે ગટર વેરાની સુનાવણીમાં વેરો ન નાખવા માંગ
સાણંદ નગરપાલિકાએ સૂચિત ગટર વેરા સામે ગત જુલાઈમાં વાંધા અરજીઓ મંગાવતા શહેરના અલગ અલગ વોર્ડના જાગૃત રહીશોએ પાલિકાના આ ગટરવેરા સામે વાંધા અરજીઓ કરી હતી તેની સુનાવણી માટે પાલિકાના અધિકારીએ બે બે વાર તારીખ જાહેર કરી બંને વાર રદ કરી છેવટે તા. 3 ડિસેમ્બરે પાલિકા ખાતે આ સુનાવણી રાખેલ હતી. જેમાં સાણંદના અલગ અલગ વિસ્તારમાં નાગરિકો ઉપસ્થિત રહી. મહિલાઓએ તો હલ્લાબોલ કરી રીતસરની પાલિકા કચેરીને બાનમાં લીધી હતી.




