મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાયો

રાજ્યમાં ગત ચોવીસ કલાક દરમિયાન મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાતા ઠંડીમાં રાહત રહી હતી. એક માત્ર નલિયામાં જ તાપમાન ઘટ્યું હતું. જ્યાં સૌથી ઓછું 11.5 ડિગ્રી નોંધાયું હતું.
ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસથી ઠંડીએ ગુજરાતવાસીઓને રાહત આપી છે. જ્યારે નલિયામાં તાપમાન ઘટતા લોકોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. ગુજરાત રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાતું હોય છે ત્યાં ફક્ત બે જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધઘટ નોંધાઈ હતી ઉલ્લેખનીય છે કે ગત 3 ડિસેમ્બરની રાત્રે નલિયામાં 12 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું જ્યારે ગતરોજ નલિયા નું લઘુત્તમ તાપમાન 3 ડીગ્રી વધીને ૧૫ ડિગ્રી સેલ્સિયસ થયું હતું જ્યારે ફરી એક વખત 5 ડિસેમ્બરની રાત્રે નલિયા નું લઘુત્તમ તાપમાન ઘટીને 11.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું એટલે કે ફક્ત બે થી ત્રણ દિવસમાં જ નલિયા ના લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો ઘટાડો નોંધાયો હતો એક તરફ દિવસ દરમિયાન નલિયા નું મહત્તમ તાપમાન સુધી પહોંચે છે જ્યારે રાત્રે હાડ થીજવતી ઠંડીનો અનુભવ નલિયાવાસીઓ કરી રહ્યા છે.

Social