સેટેલાઇટ વિસ્તારમાં વેપારીની માતાની બેગમાંથી રિયલ ડાયમંડની બે બંગડી અને ત્રણ વીંટીની ચોરી

શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા બંગ્લોઝમાં ઘરઘાટીએ વૃદ્ધાના 2.60 લાખના દાગીના ચોરી લેતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. વૃદ્ધા તેના મોટા દીકરાના ઘરેથી નાના દીકરાના ઘરે આવી હતી, જ્યાં તેમણે બેગ પલંગ ઉપર મૂકી હતી. બેગ મૂક્યા બાદ વૃદ્ધા પૌત્રને મળવા માટે ગયાં હતાં, ત્યારે ઘરઘાટીએ તકનો લાભ લઇને રિયલ ડાયમંડના દાગીના ચોરી લીધા હતા. દાગીના ચોરી લીધા બાદ ઘરઘાટી એકાએક નાસી ગયો હતો, જેથી પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. છેલ્લા ઘણા સમયથી ઘરઘાટી સ્ટીલના વેપારીના ઘરે કામ કરતો હતો અને ત્યાં ઓરડીમાં રહેતો હતો.

સેટેલાઇટ વિસ્તારમાં આવેલા વિનસ આઇવીમાં રહેતા રિતેશ સિરોહિયાએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ઘરઘાટી શંભુસિંહ તંવર વિરુદ્ધ 2.60 લાખના દાગીનાની ચોરીની ફરિયાદ કરી છે. રિતેશ સિરોહિયા સ્ટીલના વેપારી છે અને પત્ની પ્રિયંકાબેન, દીકરો અને માતા-પિતા સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. રિતેશ સિરોહિયાની દીકરી મુંબઇ ખાતે અભ્યાસ કરે છે. રિતેશ સિરોહિયાના ઘરે શંભુસિંહ તંવર ઘરઘાટી તરીકે કામ કરતો હતો અને ઘરમાં બનાવેલી એક ઓરડીમાં રહેતો હતો. શંભુસિંહ મૂળ રાજસ્થાનના સલાવટા ગામના રહેવાસી છે. રિતેશ સિરોહિયાના મોટાભાઇ સંદીપ સિરોહિયા તેમના પરિવાર સાથે મેમનગર ખાતે રહે છે.

રિતેશ સિરોહિયાનાં માતા રાજુબેન સંદીપના ઘરે રહેવા માટે ગયાં હતાં. જે 22 નવેમ્બરના રોજ પરત આવી ગયાં હતાં. રાજુબેન ઘરે આવ્યાં ત્યારે તેમની પાસે એક બેગ હતી, જે તેમણે પલંગ ઉપર મૂકી હતી. રાજુબેન તરત જ પૌત્રને મળવા માટે ગયાં હતાં અને થોડીવાર બાદ તે પરત પોતાના રૂમમાં આવ્યાં હતા. રૂમમાં આવીને રાજુબેને બેગ ચેક કરી હતી. જેમાં સોનાના રિયલ ડાયમંડવાળી બે બંગડી તેમજ ત્રણ વીંટી ગાયબ હતાં. રાજુબેનના રૂમમાં ઘરઘાટી શંભુસિંહ ગયો હતો, ત્યારથી તે ગાયબ છે. રાજુબેને તેના પુત્ર રિતેશને વાત કરી હતી, જેથી તેણે ફરિયાદ કરી છે.

રિતેશ સિરોહિયાનાં માતા રાજુબેન સંદીપના ઘરે રહેવા માટે ગયાં હતાં. જે 22 નવેમ્બરના રોજ પરત આવી ગયાં હતાં. રાજુબેન ઘરે આવ્યાં ત્યારે તેમની પાસે એક બેગ હતી, જે તેમણે પલંગ ઉપર મૂકી હતી. રાજુબેન તરત જ પૌત્રને મળવા માટે ગયાં હતાં અને થોડીવાર બાદ તે પરત પોતાના રૂમમાં આવ્યાં હતા. રૂમમાં આવીને રાજુબેને બેગ ચેક કરી હતી. જેમાં સોનાના રિયલ ડાયમંડવાળી બે બંગડી તેમજ ત્રણ વીંટી ગાયબ હતાં. રાજુબેનના રૂમમાં ઘરઘાટી શંભુસિંહ ગયો હતો, ત્યારથી તે ગાયબ છે. રાજુબેને તેના પુત્ર રિતેશને વાત કરી હતી, જેથી તેણે પોલીસ ફરિયાદ કરી છે.

Social