રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અસામાજિક તત્વોને આપેલી ચેતવણીની અસર, સિટી પોલીસે આરોપી કાઢ્યો વરઘોડો
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોને આપી વધુ એક ચેતવણી આપી કહ્યું હતું કે, સીધા રહેજો, સીધા ન રહ્યા તો વરઘોડાની નીકળશે. જે બાદ વડોદરા શહેર પોલીસના સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી યાકુતપુરાથી આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
અગાઉ રાજ્યના ગૃહ મંત્રી હર્ષમ સંઘવીએ અસામાજિક તત્વોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોને વધુ એક ચેતવણી આપી છે. સીધા રહેજો, જો સીધા ન રહ્યા તો વરઘોડો તો નીકળશે જેને અનુલક્ષીને આજરોજ વડોદરા શહેર પોલીસના સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી યાકુતપુરાથી આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
