ચરલ ખાતે ઘાતક દોરીથી પેન્ટ સ્ટોક બર્ડ્સને ઇજા

સાણંદના ચરલ ગામે દોરીથી ઇજા પામેલ પેન્ટ સ્ટોક બર્ડ્સને રેસક્યુ કરી સારવાર માટે ખસેડાયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાણંદ તાલુકાના ચરલ ગામમાંથી જીવદયાપ્રેમી રોહિતભાઈએ ઇજાગ્રસ્ત પક્ષીને જીવ બચાવવા એનિમલ લાઇફ કેરના વિજય ડાભીને જાણ કરતાં તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું. વિજય ડાભીએ જણાવ્યું કે રેસક્યું કરેલા પક્ષી પેન્ટ સ્ટોક બર્ડ્સ છે તેની જમણી પાંખમાં દોરીના કારણે ગંભીર ઇજા થઇ છે. ચરલ ખાતે ઘાતક દોરીથી પેન્ટ સ્ટોક બર્ડ્સને ઇજા
સાણંદના ચરલ ગામે દોરીથી ઇજા પામેલ પેન્ટ સ્ટોક બર્ડ્સને રેસક્યુ કરી સારવાર માટે ખસેડાયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાણંદ તાલુકાના ચરલ ગામમાંથી જીવદયાપ્રેમી રોહિતભાઈએ ઇજાગ્રસ્ત પક્ષીને જીવ બચાવવા એનિમલ લાઇફ કેરના વિજય ડાભીને જાણ કરતાં તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું. વિજય ડાભીએ જણાવ્યું કે રેસક્યું કરેલા પક્ષી પેન્ટ સ્ટોક બર્ડ્સ છે તેની જમણી પાંખમાં દોરીના કારણે ગંભીર ઇજા થઇ છે. પ્રાથમિક સારવાર આપી અને વધુ સારવાર માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં લઇ જવાયું છે.

Social