તેલાવ ગામ ગામમાં મકાનમાંથી 1.98 લાખની ચોરી

        સરખેજ સાણંદ રોડ પર તેલાવ ગામે એક પરિવાર મકાનના લોક કરીને પાવાગઢ ગયા અને રાત્રે જ ચોરે બંધ મકાનનું લોક તોડી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના સહિત રોકડ મળીકુલ રૂ.1.98 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. 
      સાણંદના તેલાવ ગામના ઈશ્વરભાઈ રમણજી ઠાકોર તેમના પરિવાર સાથે ઘરને લોક કરી પાવાગઢ ગયા હતા, ત્યારે અજાણ્યા ચોરે તીજોરીમાં રાખેલ રોકડા રૂપિયા કિ.રૂ.12 હજાર, સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.1,98,500ની મુદ્દામાલની ચોરી કરી ફરાર હોવાની તેઓના પરિવારને જાણ થતાં ટેલાવ આવ્યા હતા અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી
Social