ચેખલાના મદરેસામાં કામ કરતાં શંકાસ્પદ યુવકની NIAએ તપાસ કરી
સાણંદથી કડી રોડ પર 8 કિલોમીટરના અંતરે ચેખલા ગામના મદ્રેસામાં કામ કરતી એક શંકાસ્પદ વ્યક્તિની જૈશ-એ-મોહમ્મદ સાથેના કનેકશનને લઈને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ પૂછપરછ હાથ ધરી હતી.
એનઆઈએ દ્વારા સાણંદના ચેખલા ગામે મદ્રેસામાં કામ કરતા શંકાસ્પદ આદિલ વેપારીની અટકાયત કરી પૂછપરછ કરી હતી. સમગ્ર કામગીરીમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ સાથે હતી, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ જૈશ-એ-મોહમ્મદ સાથેના કનેકશનને લઈ મૂળ વિરમગામના આદિલ વેપારીની પૂછપરછ કરી હતી.
