વડનગરમાં વેપારીની ગાડીમાંથી 40 હજાર ચોરનારા 2 ચોર ઝબ્બે

વડનગરમાં અમદાવાદમાં રહેતા વેપારી લગ્ન પ્રસંગમાં આવ્યા હતા ત્યારે પાર્ક કરેલ વેપારીની કારનો કાચ તોડી રૂ. 40 હજાર રોકડ અને અન્ય ડોક્યુમેન્ટની બેગની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે કેસમાં પોલીસે વડનગરના બે યુવકોને પકડ્યા હતા.
અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા એન્જીનીયરીંગ ફેક્ટરી ચલાવતા પ્રતિકકુમાર નરેન્દ્રભાઈ પટેલ ગાડી લઈને સાણંદના વડનગરમાં લગ્ન પ્રસંગમાં આવ્યા હતા રાત્રે કોઈ ચોરે ગાડીના કાચ તોડી રોકડ 40 હજાર સહિત જરૂરી ડોક્યુમેન્ટની બેગની ચોરી કરી ફરાર થતાં વેપારીએ સાણંદ પોલીસમાં ફરિયાદ કરી હતી.
સાણંદ પોલીસ પી.આઈ એચ.જી.રાઠોડએ ટીમો બનાવી હ્યુમન સોર્સ તેમજ ટેકનીક સર્વેલન્સ તપાસ શરૂ કરી હતી ત્યારે એ.એસ.આઇ.જસવંતભાઇ મફતભાઇને બાતમી હકિકત મળી હતી કે ગુનાના આરોપીઓ વડનગર બસ સ્ટેન્ડ સામે ટી.પી.રોડ ઉપર બેઠા છે, જેથી પો.સ.ઇ. આર. કે. ચાવડા, હે.કો.ગોપાલભાઈ મીઠાભાઇ, સહિત પોલીસ ટીમે સ્થળે પર પહોંચી વડનગરમાં રહેતો કિશન ગોપાલભાઈ રાવળ અને દિગ્વીજયસિંહ ઉર્ફે ડીગો વાઘેલાને પકડી લઈ ચોરીમાં ગયેલ મુદ્દામાલ રોકડ રૂ.32,030/- જપ્ત કરી બંને વિરુદ્ધમાં વધુ તપાસ હાથ ધરી છે.

Social