અમદાવાદ કોલટ પાસે રેલવે લાઇનના 4 લાખના કેબલ ચોરીનો પ્રયત્ન

સાણંદ થી ટીંબા રેલવે સ્ટેશન વચ્ચે આવતી કોલટ ગામની સીમમાં અજાણ્યા ચોર ઈસમએ કેબલ કાપી ચોરી કરી લઈ જવાની કોસીસ કરતા ઘટનાની રેલવે વિભાગને જાણ થતા બનાવ અંગે પોલીસ ફરિયાદ કરી હતી.સાણંદ રેલ્વે કોલોનીમાં રહેતા વિનયકુમાર સંતરામ મોર્યએ ચાંગોદર પોલીસમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર તેઓ DF CCIL કંપનીમાં સિગ્નલ એન્ડ ટેલીકોમ્યુનિકેશનમાં એક્ઝીક્યુટીવ તરીકે છેલ્લા દોઢેક વર્ષથી નોકરી કરે છે અને ગત 11 ડિસેમ્બરે રાત્રીના સાણંદ સાઉથ ના સ્ટેશન માસ્ટર વૈભવકુમારએ તેઓને મોબાઇલથી જાણ કરેલ કે સાણંદ થી ટીંબા સ્ટેશન વચ્ચે આવેલ કોલટ ગામની સિમ ખાતે આવેલ (ઓટોમેટીક લોકેશન હટ) ALH-116ના બધા સિગ્નલ બંધ થઇ ગયેલ છે
જેથી વિયનકુમાર અને જુનિયર એક્ઝીક્યુટીવ સુનિલકુમાર તથા અનમોલ સાગર સ્થળ પર પહોંચ્યા ત્યારે ALH-116 અને TH-119 (ટેલિકોમ હટ) ના બન્ને દરવાજા ખુલ્લી હાલતમાં હતા, જેથી તેઓએ અંદર જઈ જોયેલ તો ALH-116 તથા TH-119 ની અંદર લાગેલ અલગ અલગ કેબલ કાપાયેલ હતા. સમગ્ર ઘટના અંગે તેઓએ તેઓના અધિકારીને જાણ કરી તપાસ કરતાં કપાયેલ કેબલો થોડે દુર પડેલ હતા. આ વાયર કપાવવાથી કંપનીને રૂ. ચાર લાખ નુ નુકશાન થયું હતું.

Social