સાણંદમાં ચાઈનીઝ દોરીની 30 રીલ સાથે યુવક ઝડપાયો
સાણંદ બસ સ્ટેશન નજીકથી એક યુવક પાસેથી ચાઈનીઝ દોરીના 30 નંગ રીલ જપ્ત કરી યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
સાણંદ પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સાણંદ બસ સ્ટેન્ડ પાસે આવતા એક ઇસમ હાથમાં પ્લાસ્ટીકની થેલી લઈને જતો ત્યારે તેના પર પોલીસને શક વહેમ જતાં તેને રોકી નામઠામ પુછતા અક્ષયભાઈ દિલીપભાઈ દરજી (ઉ.19) (રહે. સાણંદ મોચી બજાર) હોવાનુ જણાવેલ અને પોલીસે પ્લાસ્ટીકની થેલીમાં તપાસ કરતા પ્રતિબંધીત ચાઇનીઝ પતંગની દોરીની રીલો મળી આવી હતી. કુલ 30 નંગ ચાઈનીઝ દોરીની રીલ કિ.રૂ.6 હજારનો મુદ્દામાલ જત્પ કરી અક્ષયભાઈ દિલીપભાઈ દરજીને પકડી તેના વિરુદ્ધમાં સાણંદ પોલીસે ગુનો નોંધ્યો છે. બે દિવસ અગાઉ સાણંદના વિરોચનનગર ગામેથી પણ એક યુવકને ચાઈનીઝ દોરીના રીલ (ટેલર) નંગ-9 કિ.રૂ.4500/- ની મત્તાના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
