ઢસા પોલીસે બાયોડિઝલનો જથ્થો ભરેલ ટેન્કર પકડ્યું
ઢસા પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલી બાતમીના આધારે પોલીસે પાટણા ગામની સીમમાં આવેલ કોટન જીનીંગના પાછળના ભાગે જવલનશીલ પ્રવાહી બાયોડિઝલ ભરેલ ટેન્કરને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઢસા પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલી બાતમીના આધારે પોલીસે પાટણા ગામની સીમમાં આવેલ કોટન જીનીંગના પાછળના ભાગે જવલનશીલ પ્રવાહી બાયોડિઝલ ભરેલ ટેન્કરને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા પોલીસ સ્ટેશનના કર્મચારીઓને જવલનશીલ પ્રવાહિનો વેપાર થતો હોય તેવી બાતમી મળી હતી. જેથી ઢસા પોલીસ ગઢડા તાલુકાના પાટણા ગામની સીમમાં આવેલ જય કોટન જીનીંગમાં તપાસ કરતા પાછળના ભાગે એક ટેન્કર મળી આવેલ. જેથી ઢસા પોલીસે ટેન્કરને ચેક કરતા ટેન્કરમાં જવલનશીલ પ્રવાહી હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે ટેન્કર ને ઢસા પોલીસ સ્ટેશને લાવેલ અને ગઢડા મામલતદાર તેમજ પુરવઠા વિભાગને જાણ કરવામાં આવતા મામલતદાર તેમજ પુરવઠા વિભાગના કર્મચારીઓ ઢસા પોલીસ સ્ટેશન પહોચીને તપાસ કરતા ટેન્કરમા 15000 લીટર જવલનશીલ પ્રવાહી બાયોડિઝલ હોવાનું સામે આવ્યું હતું. જેની કિમત રૂપિયા 10.80 લાખ થતી હોવાનું જણાવેલ.