સાણંદના મુનિ આશ્રમ પાસેથી બાઇક ચોરી કરનાર 2 શખ્સો ઝબ્બે

સાણંદના મુનિ આશ્રમ પાસેથી પાર્ક કરેલ બાઇકની ગત સપ્ટેમ્બર મહિનામાં ચોરી કરનાર બંને ઇસમોને સાણંદ પોલીસે બાતમી આધારે માધવનગરથી પકડી લઈ ચોરેલ બાઇક પોલીસે કબ્જે કર્યું હતું.
ગત સપ્ટેમ્બર મહિનામાં સાણંદના મુની આશ્રમ રોડથી થોડેક આગળ બાયપાસ રોડ પર ભવાનીનગર ગામમા જવાના રસ્તા પાસે રામ છાપરી પર બાઇક પાર્ક કરી નિધરાડ ગામના 60 વર્ષીય કલ્પેશભાઇ ચતુરભાઈ રાવળ આરામ કરતાં હતા, તે સમયે તેઓનું રૂ.50 હજારની કિંમતનું બાઇક અજાણ્યા ઇસમોએ ચોરી કરી ફરાર થતાં સાણંદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સાણંદ પોલીસે હ્યુમન સોર્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી હતી તે દરમ્યાન પો.કો.અક્ષયસિંહ સુખદેવસિંહ અને પો.કો.વિરેન્દ્રસિંહ બળવંતસિંહને સંયુક્ત ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે મુની આશ્રમ ચાર રસ્તા ખાતેથી ચોરી થયેલ બાઇકની ચોરી કરનાર ઇસમો બાઇક સાથે માધવનગર બસ સ્ટેન્ડ તરફ આવનાર છે, જેથી પોલીસે વોચ ગોઠવી ચોરેલ બાઈક સાથે સાણંદના રેથલ ગામના દશરથભાઇ ઉર્ફે ડીગો જીતુભાઇ સોલંકી (ઉ.31) અને પ્રતાપભાઇ જગાભાઇ પટેલ (ઉ.35)ને ઝડપી લઈ ચોરેલ બાઇક પોલીસે કબ્જે કરી બંને પકડાયેલ શખ્સો વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.

Social