સાણંદના લોદરીયાળ પાસે ટ્રેક્ટર ચાલકે રિક્ષાને ટક્કર મારતા મોડાસર ગામની મહિલાનું મોત

બાવળા સાણંદ રોડ પર રોંગ સાઈડમાં જતાં કોઈ ટ્રેક્ટર ચાલકે લોદરિયાળ પાટિયા પાસે મોડાસર તરફ જતી કે પેસેંજર રિક્ષાને ટક્કર મારી નાસી ગયો હતો, રિક્ષામાં બેઠેલે એક ઈસમ અને એક મહિલાને ઇજા પહોંચી હતી, મોડાસર ગામના ગીતાબેન હમીરભાઈ કબીરાને ગંભીર ઇજાઓ થતાં બોપલની એક હોસ્પિટલમાં મોત થયું હતું ચાંગોદર પોલીસે ગુનો દાખલ કરી તપાસ તજવીજ શરૂ કરી છે. મૃતક મહિલા બાવળા નોકરી પરથી પરત ઘરે જતાં હતા ત્યારે અકસ્માત થયો હતો.

Social