સાણંદના સરી પાટિયા પાસે હિટએન્ડ રન : એકનું મોત, વાહન ચાલક નાસી ગયો
સાણંદના સરી ગામ પાસે હાઇવે ક્રોસ કરતાં એક ઈસમને અજાણ્યા વાહન ચાલકે અકસ્માત કરી નાસી ગયો હતો, ઈસમને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળ પર કમકામટી ભર્યું મોત થયું હતું.
મૂળ આણંદના ખંભાત તાલુકાના વરણેજ ગામના રહેવાસી 46 વર્ષીય દેવાભાઈ ડાહ્યાભાઈ વણકર સાણંદના સરી પાસે એક ખાનગી કંપનીમાં નોકરી કરતાં હતા, દેવાભાઈ સરી પાસે ક્રિસ્ટના કાઠીયાવાડી હોટલ સામે બાવળા થી સરખેજ હાઈવે રોડ ક્રોસ કરતા હતા, તે વખતે કોઈ અજાણ્યા વાહન ચાલકે એક્સિડન્ટ કરી ફરાર થયો હતો જેમાં દેવાભાઈને શરીરે ગંભીર ઇજાને લીધે મોત થયું હતુ. હસમુખભાઈ વણકરએ ચાંગોદર પોલીસમાં ફરાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
