સાણંદ રોડ પર દારૂની 3605 બોટલ ભરેલું ટેન્કર પકડાયું

સાણંદના નવા બાપયાસ રોડ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૂની 3605 બોટલ ભરેલૂ ટેન્કર પકડી પાડ્યું હતું. પેટ્રોલ – ડિઝલની હેરાફેરી માટે વપરાતા આ ટેન્કરમાં દારૂની ખેપ મારવામાં આવતી હતી. દારૂ ભરેલું આ ટેન્કર રાજસ્થાનથી ગાંધીધામ કચ્છ જઈ રહ્યું હતું. પોલીસે દારૂ તેમજ ટેન્કર મળીને કુલ રૂ.38.42 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઈવરની ધરપકડ કરી હતી.
વિદેશી દારૂનો જથ્થો ભરેલું ટેન્કર રાજસ્થાનથી અમદાવાદ થઈને ગાંધીધામ કચ્છ જવાનું હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. ટીમે સાણંદ દરબાર રોડનાકા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાનમાં ત્યાંથી પસાર થઈ રહેલા ટેન્કરને પોલીસે રોક્યું હતું અને ઢાંકણા ખોલીને જોતા તેમાંથી દારૂની 3605 બોટલ (કિંમત રૂ.23.36 લાખ) ની મળી આવી હતી. આ સાથે પોલીસે ડ્રાઈવર માંગીલાલ (સાંચોર, રાજસ્થાન) ને ઝડપી લીધો હતો. તેની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો રમેશ બિશ્નોઈએ મોકલ્યો હતો. આ માહિતીના આધારે પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરીને દારૂ – ટેન્કર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Social