શિયાવાડા ચાર રસ્તા પાસેથી SOGએ બોગસ ડોક્ટર પકડાયો
અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં ડીગ્રી વગરના બોગસ તબીબો પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા માટે એસ.ઓ.જી શાખાના હે.કો. મહેશભાઈ પરષોત્તમભાઈને બાતમી હકીકત મળેલ જે ચોક્કસ આધારભુત માહિતી આધારે એસઓજી ટીમે સાણંદના શીયાવાડા ચાર ચાર રસ્તા પાસે દુકાન ભાડેથી રાખી ડોક્ટર તરીકેની એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર એલોપેથીક તબીબની પ્રેક્ટીસ ક૨તો હોય અને એલોપેથીક દવાઓ આપતો સુમન ખોકન બિસ્વાસ (હાલ રહે. શીયાવાડા ચાર ચાર રસ્તા પાસે તા.સાણંદ મુળ વેસ્ટ બંગાળ)ને ઝડપી લઈ જુદી-જુદી કંપનીની એલોપેથીક દવાઓ તથા તથા મેડીકલના સાધનો મળી કુલ કિં.રૂ.5543/-ના મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ બોગસ ડોક્ટર વિરુદ્ધ સાણંદ જી.આઈ.ડી.સી.માં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
