બોળની કંપનીમાંથી 4.10 લાખનો સ્ક્રેપ ભરીને જતી ગાડી પકડાઈ ગઈ

સાણંદના બોળ જીઆઈડીસીમાં એક કંપનીએ સ્ક્રેપનો કોન્ટ્રાકર આપ્યા બાદ કોન્ટ્રાકરે તેના ભાઈ અને વેબ્રીજના ઓપરેટર સાથે મળી વજનકાંટામાં છેડછાડ કરી ગાડીમાં ભરેલ સ્ક્રેપનું વજન ઓછું બતાવી રૂ.4.10 લાખનું સ્ક્રેપ લઈ જતા ગાડી પોલીસે પકડતા સમગ્ર ઘટના ખૂલતાં આ અંગે કંપનીના મેનેજરે જીઆઈડીસી પોલીસમાં 5 ઇસમ સામે ફરિયાદ નોંધાવી છે. સાણંદ જી.આઈ.ડી.સીમાં આવેલ ઓટોલાઈન ઇન્ડ્રસ્ટ્રીઝ લીમીટેડ કંપનીમાં રાહુલ લક્ષ્મણ ચોરગે જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે.
આ કંપનીમાં મેન્યુફેક્ચરીંગ આવતા સીટ મેટલ પાર્ટનો સ્ક્રેપ આપવાનો કોન્ટ્રાક્ટ ગ્લોબલ એન્ટરપ્રાઇઝ નામના કોન્ટ્રાક્ટર ચેતનકુમાર ઉજમશીભાઈ ઠક્કરને તા.10 ડિસેમ્બરે આપ્યો હતો. આ કંપનીમાંથી સ્ક્રેપ ખરીદવાનો કોન્ટ્રાક્ટ રાખનાર ગ્લોબલ એન્ટરપ્રાઇઝના માલીક ચેતનકુમારએ તથા તેઓના ભાઈ મહીપતભાઈ ઠક્કર તથા તા. 17 ડિસેમ્બરે સ્ક્રેપ ભરી લઇ જનાર ગાડીના ડ્રાઇવર અશ્વીનભાઈ ઉજમશીભાઈ ઠક્કર, શીવ કોમ્પ્યુટરાઇઝેડ વેબ્રીજના ઓપરેટર ગોવિંદ શરદ જીમાલી તથા કોન્ટ્રાક્ટના સુપરવાઇઝર રામઅવતાર સાથે મળી કંપનીમાં 15210 કીગ્રા સ્ક્રેપ ભરેલ પરંતુ વજનચીઠ્ઠીમાં 6130 કીગ્રાનું ખોટુ વજન બતાવી કંપની પાસેથી 9080 કીગ્રા સ્ક્રેપ વધારે લઇ જતાં રૂ.4,10,416નો મુદ્દામાલ લઇ કંપની સાથે વિશ્વાસઘાત કરતાં સમગ્ર બનાવ અંગે કંપનીના મેનેજરે જીઆઈડીસી પોલીસમાં અશ્વીન ઉજમશીભાઈ, ચેતન ઉજમશીભાઈ, મહીપત સુરેશભાઈ (ત્રણેય ઠક્કર રહે. ચરલ ગામ) અને શીવ કોમ્પ્યુટરાઇઝેડ વેબ્રીજના ઓપરેટર ગોવિંદ શરદ જીમાલી (રહે.બોળ) , રામઅવતાર વિરુદ્ધ ફરિયાદ કરાઈ હતી.

Social