ધોળકામાં MLAની હાજરીમાં સેવા સદન ખાતે તાલુકા સંકલન ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ

ધોળકા તાલુકા સેવા સદન ખાતે તાલુકા સંકલન ફરીયાદ સમિતિની બેઠકમાં ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ ધોળકા તાલુકાના ગામડાઓમાં વરસાદી પાણીના નિકાલ તેમજ વીજળીના પ્રશ્નોના નિરાકરણ હેતુ આયોજન કરવા સુચના આપી હતી તેમજ સંકલનમાં રજુ થયેલા વિવિધ પ્રશ્નોનો નિકાલ કરવા જેતે વિભાગને તાત્કાલિક પુરા કરવા દિશા નિર્દેશ કર્યા હતા. આ ઉપરાંત તેમણે 70+ ના વડીલ નાગરિકો માટે આયુષ્માન કાર્ડની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાન મોદીની સૂર્ય ઘર યોજના અંતર્ગત અધિકારીઓ દ્વારા રહેણાંક તથા ઓફિસમાં સોલાર પેનલનો ઉપયોગ થાય તે માટે આયોજન કરાય તેવું સૂચન કર્યું. વૌઠા મેળામાં મહત્વની કામગીરી બદલ અધિકારીઓને પ્રસંશાપત્ર અપાયા હતા.

Social