બાવળાના કોચરીયા પાટીયા પાસેથી LCBએ 63.85 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપ્યા

બાવળા તાલુકાનાં કોચરીયા ગામનાં પાટીયા પાસેથી બાતમી આધારે એલસીબીની ટીમે ટ્રકમાં સિરામીક પાવડરની થેલીઓની આડમાં લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરની 13545 બોટલો મળી આવતાં પોલીસે 48,46,413 રૂપીયાનો વિદેશી દારૂ સાથે 63,85,913 રૂપીયાનો મુદામાલ કબ્જે કરીને 2 શખ્સને ઝડપી લઈ માલ આપનાર અને માલ મંગાવનાર 3 બુટલેગરને વોન્ટેડ જાહેર કરી પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ ગ્રામ્યનાં પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલિયા અને ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ દ્વારા જીલ્લામાં દારૂ અને જુગારની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા પોલીસ અધિકારીઓને સૂચના આપી છે. તેમજ આગામી 31 મી ડીસેમ્બર અન્વયે દારૂ અને જુગારની અસામાજીક પ્રવૃત્તિ રોકવા માટે 23 થી 31 ડિસેમ્બરથી સુધી તે ડ્રાઇવનું આયોજન કરવાની પણ સૂચના આપી હોવાથી ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. કેરાળા જી.આઈ.ડી.સી. પોલીસની હદમાં રામનગર પાટીયા પાસે ટ્રક ટ્રેલર નંબર GJ-12-BZ-2568 માં સીરામીક પાવડરની કોથળીઓ નીચે વિદેશી દારૂનાં બોક્સ ભરેલા હતાં.
ટીમે 48,46,413 રૂપીયોનો વિદેશી દારૂ 15,00,000 રૂપીયાની ટ્રક, 30,000 રૂપીયાનાં સીરામીક પાડવરની 300 કોથળીઓ, 5,000 રૂપીયાનો મોબાઇલ, 3,500 રૂપીયા રોકડા મળી કુલ 63,85,913 રૂપીયાનો મુદામાલ જપ્ત કરીને અનિરૂધ્ધસિંહ ખુમાનસિંહ રાઓલ, રહેવાસી, લીંમડી, જી.સુરેન્દ્રનગર અને સંદિપીસંગ જોગીદંરસીંગ કાપસે (શીખ), રહેવાસી, હાલ- લીલાસા સોસાયટી, આદીપુર કચ્છ-ભુજ, મુળ રહેવાસી, ગુરૂદ્રારાની બાજુમાં, મેઘાણીનગર, અમદાવાદને ઝડપી લઇ પુછપરછ કરતાં કહ્યું કે આ માલ રાજસ્થાનનાં પાલીનાં વિરેન્દ્રસિહએ માલ ભરીને આપ્યો હતો અને ગાંધીધામ કચ્છનાં શિવરાજસિહ શેખાવત અને મુન્નાભાઇ કાઠીએ માલ મંગાવ્યો હતો.અને અમને એક ફેરાનાં 20,000 રૂપીયા નક્કી કર્યા હતાં.જેથી ત્રણેય બુટેલેગરોને વોન્ટેડ જાહેર કરીને તમામ વિરૂદ્ધ કેરાળા જી.આઇ.ડી.સી. પોલીસમાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Social