અણદેજ ગામે અસામાજિક તત્વો સામે રક્ષણ આપવા હિન્દુ સમાજ દ્વારા પ્રાંતને આવેદન
સાણંદ તાલુકાનાં અણદેજ ગામે અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા અત્યાચાર સામે રક્ષણ આપવા હિન્દુ સમાજ દ્વારા સાણંદ પ્રાંત આધિકારીને આવેદન આપી કાર્યવાહી કરવા માંગ કરી હતી સાથે ગામના રસ્તા પર ગેરકાયદેસર દબાણો દૂર કરવા માંગ ઉઠાવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર સાણંદ તાલુકાનાં અણદેજ ગામના અનુ.જાતિ સમાજ સહિત તાલુકાના હિન્દુ સમાજના અગ્રણીઓ દ્વારા સાણંદ બસ સ્ટેશન પાસે આવેલ ડૉ.બાબા સાહેબની પ્રતિમાએ ફૂલહાર કરી સાણંદ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરી હતી
106