અમદાવાદમાં લઘુતમ તાપમાન 24 કલાકમાં 5 ડિગ્રી તૂટ્યું, ઠંડીનો ચમકારો

પવનની દિશા બદલાવાની સાથે ઉત્તર પૂર્વના ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થતાં અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. અમદાવાદમાં 24 કલાકમાં લઘુતમ તાપમાન 5 ડિગ્રી ગગડી ગયું હતું. સોમવારે લઘુતમ તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું હતું જે મંગળવારે 12.7એ પહોંચી ગયું હતું. હજુ 24 કલાક સુધી ઠંડીનું જોર યથાવત્ રહેશે. એ પછી તાપમાન ફરી 2થી 4 ડિગ્રી વધતાં ઠંડીથી થોડી રાહત મળવાની શક્યતા છે.
હવામાન ખાતાની યાદીમાં જણાવ્યા મુજબ મંગળવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 26.7 ડિગ્રી તેમજ લઘુતમ તાપમાન 12.7 ડિગ્રી નોંધાયું હતું.શહેરમાં સવારથી ઠંડા પવનને પગલે શીતલહેર ફરી વળી હતી. નલિયામાં સૌથી વધુ 7.5 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.

Social