કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ
કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, 2006માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનો કાયાકલ્પ કર્યો તે પહેલા તે તળાવકાંઠા કે પછી પ્રાણીસંગ્રહાલય માટે ઓળખાતું હતું. 15 વર્ષથી કાંકરિયા ખાતે નગરોત્સવ ઉજવાય છે. 1196 બાળકોએ એક સાથે કેન્ડી – ચોકલેટ ખાઇને ગીનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. શહેરનો હેપીનેસ ઇન્ડેક્સ ઉંચો આવે, વર્લ્ડ ક્લાસ િસટી બને તેવી વડાપ્રધાનની નેમ છે.

