ખોડા ગામે વરસાદી, ઉપરવાસના‎પાણીના નિકાલ માટે ગરનાળું મૂકવા માંગ

ભારતીય કિસાન સંઘ ફરી એક વખત ખેડૂતોના પ્રશ્નને લઈને મેદાન આવ્યું છે, દર ચોમાસામાં સાણંદના ખોડા ગામના તળાવમાં ઉપરવાસના પાણી આવવાના કારણે તળાવ ઓવર ફ્લો થાય ત્યારે આસપાસના વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા અંગે ગરનાળું મૂકવા સાણંદ તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખે માંગ ઉઠાવી છે.
સાણંદ તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ જગદીશસિંહ વાઘેલાએ જણાવ્યુ કે છેલ્લા 5 થી 7 વર્ષથી દર ચોમાસામાં ખોડા,વિરપુરા તેમજ નારણપૂરાના ખેડૂતોને નુકશાન થાય છે, જેના કારણે ત્રણેય ગામ અને કડી તાલુકાનાં ગામોનું પાણી ખોડા ગામના તળાવમાં આવવાથી તળાવનું પાણી ઓવર ફ્લો થઈને ગામના નીચાણવાળા વિસ્તારમાં ઘૂસી જાય છે વળી ગત ઓક્ટોબર મહિનામાં પડેલ વરસાદના કારણે ઘઉંની વાવણી કરી શકાઈ નથી, જે બાબતે ત્રણેય ગામના ખેડૂતોએ મામલતદાર, પ્રાંતને પણ અગાઉ આવેદન આપું રજૂઆત કરી પણ આજદિન સુધી ધ્યાને નથી લીધી, ત્યારે હાલ જીઆઈડીસી રોડનું કામ ચાલુ છે ત્યારે તંત્ર જો એક ગળનાળું મૂકે તો ત્રણેય ગામના ખેડૂતોને પડતી સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે, તેમજ ઓક્ટોબર મહિનામાં પડેલ વરસાદથી પાકને થયેલ નુકશાનની આપવા માંગ કરી હતી.

Social