સાણંદમાં ઉભેલી બસ સાથે ટ્રેલર અથડાયું : યુવતીને ઇજા

સાણંદમાં પોલીસ સ્ટેશન સામે હાઇવે પર વહેલી સવારે ખાનગી કંપનીના કર્મચા રીઓને લેવા ઉભેલ લકઝરી બસ પાછળ ટ્રેલર અથડાતાં એક યુવતીને સામાન્ય ઇજાઓ થઈ હતી. બનાવ અંગે સાણંદ પોલીસમાં બસ ચાલકે ટ્રેલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
સાણંદ જીઆઈડીસીની મધરસન કંપનીના સ્ટાફને નોકરી જવા માટે સાણંદ પોલીસ સ્ટેશન ની સામે આવેલ બસ સ્ટેન્ડ ઉપર બસ ઉભી હતી ત્યારે કર્મચારી બેસી રહ્યા હતા તે સમયે એક ટ્રક પુર ઝડપે બસના પાછળના ભાગે અથડાતા બસના પાછળના ભાગે આવેલ કેબીનના નુકસાન થયું હતું. તેમજ બસની પાછળની છેલ્લી સીટમાં કંપનીમાં નોકરી કરતી જીગીશાબેન રણછોડભાઈ બારીઆને સામાન્ય ઇજા થઈ હતી. ઘટના પગલે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો.
અકસ્માત કરેલ ટ્રેલર મોડી રાત્રે દૂર કરવાની કામગીરી ક્રેન દ્વારા કરાઇ હતી.

Social