Breaking News

બાવળા નજીક 4 વાહનો વચ્ચે અકસ્માત : એકનું મોત

બાવળા અને બગોદરા વચ્ચે ભમાસરા ગામ પાસે અકસ્માત થયો હતો. બગોદરાથી અમદાવાદ તરફ જતી કાપડની ટ્રકનું ટાયર ફાટતા બાવળા તરફથી બગોદરા તરફ જતી ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કુલ 4 ભારે વાહનો ભટકાતાં ગંભીર અકસ્માત થયો હતો.
ત્યારબાદ ટ્રકમાં બ્લાસ્ટ થઈને આગ લાગી હતી. આ અકસ્માત અને આગની ઘટનામાં એકનું મોત થયું છે, જ્યારે એકને ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતા બાવળા, બગોદરા અને કોઠ પોલીસ સ્થળે પહોંચી હતી. ધોળકા, સાણંદ સહિતના ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાને પલગે DYSP સહિત પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

Social