Breaking News
સાણંદ ભાજપ પ્રમુખનો તાજ યુવા ચહેરાઓના શિરે
સાણંદ શહેર તથા તાલુકા ભાજપના પ્રમુખની આખરે ગુરુવારે સત્તાવાર જાહેરાત થતા અટકળોનો અંત આવ્યો છે .ભાજપ હાઇકમાંડે આ વખતે શહેર અને તાલુકામાં બંને જગ્યાએ યુવા ચહેરાઓ પર પસન્દગી ઉતારતા સમગ્ર તાલુકામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે . સાણંદ શહેર પ્રમુખ પદે સાણંદ પાલિકામાં સદસ્ય રહી ચૂકેલા વિરેન્દ્રસિંહ ચનુભા ઝાલા (મુન્નાભાઈ ગેપપરા ) ની નિમણુંક કરાઈ છે . જયારે તાલુકામાં પણ જિલ્લા યુવા મોરચાના મહામંત્રી તરીકે સક્રિય એવા હસમુખભાઈ સોલંકી (માણકોલ)ની નિમણુંક કરવામાં આવી છે .ભાજપ પ્રમુખની નિમણૂંક થતા સાણંદ કચેરી વિસ્તારમાં ભવ્ય આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી .


