મટોડા પાટિયા પાસે આઇશરની ટક્કરથી સિક્યુરિટી ગાર્ડનું મોત

            સાણંદના મટોડા પાટિયા પાસે રોડની સાઈડમાં ઊભા રહેલા બાવળાના કાણોતર ગામના એક ઈસમને રોડ પર રોંગ સાઈડમાં જતાં આઇશરના ચાલકે અકસ્માત કરતાં તેમનું મોત થયુ હતું. ઘટનાને પગલે ચાંગોદર પોલીસમાં આઇસર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. બાવળાના કાણોતર ગામમાં પરિવાર સાથે રહેતા ભઈલાલભાઈ ભવાનભાઈ મેર (ઉં.વ.49) સાણંદ તાલુકાનાં નવાપુરા ખાતે અંબિકા પોલ્સ પ્રા.લી. કંપનીમાં પાંચ વર્ષથી સીક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા.
           ભઈલાલભાઈ સાણંદના મટોડા પાટિયા પાસે રોડની સાઈડમાં ઊભા હતા ત્યારે એક આઈસર ચાલકે તેનુ વાહન પુરઝડપે સરખેજ- બાવળા હાઈવે રોડ ઉપર ઇન્ડસ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની સામેની સાઈડના રોડ ઉપર રોંગ સાઈડમાં હંકારી ભઈલાલભાઈને હડફેટે લેતાં તેમના માથા અને પાછળના ભાગે ગંભીર ઇજા થઈ હતી. આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને સારવાર માટે બાવળાની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા.જ્યાં તેઓનું મોત થયું હતું.
Social