સાણંદના નવાપુરા બ્રિજ પર અકસ્માતમાં આશાસ્પદ યુવકનું મોત
સાણંદના નવાપુરા બ્રિજ પર જીવલેણ માર્ગ અકસ્માત નોંધાયો છે, બાઇક પર જતાં બે યુવકોને અજાણ્યા વાહન અડફેટે લેતા આશાસ્પદ એક યુવાનનું મોત નિપજ્યું હતી જ્યારે અન્ય યુવકને ઇજાઓ થઈ હતી. ઘટના ચાંગોદર પોલીસ ચોપડે ચડી છે.
મૂળ મંગલપુરબજાર તા. હાટા જી.પડોના અને ચાંગોદરમાં પરિવારજનો સાથે વસવાટ કરતો વિષ્ણુ (ઉં.આશરે 19) અને તેનો ફ્રેન્ડ રાહુલ યાદવ બંને જણા બાઇક પર સનાથલ તરફ જઈ રહ્યા હતા ત્યારે નવાપુરા બ્રિજ પર કોઈ વાહન ચાલક બાઇકને અડફેટે લેતા વિષ્ણુનું બનાવ સ્થળે ગંભીર ઇજાઓ થતાં મોત થયું હતું અને ટેન ફ્રેન્ડને પણ ઇજાઓ પહોંચી હતી.
259