કેન્દ્રીય ગૃહ મંત્રીના નિવેદન સામે સાણંદમાં ઉગ્ર વિરોધ : રેલી કાઢી આવેદન આપ્યું

દેશના ગૃહ મંત્રી અમિત શાહે ડો.બાબાસાહેબ આંબેડકર બાબતે કરેલા નિવેદનના વિરોધમાં સાણંદમાં અનુસૂચિત સમાજના લોકોએ શુક્રવારે સાણંદ બસ સ્ટેશન પાસે રોડ પર ભેગા થયા અને બેનર લઈને સૂત્રોચાર કરી રેલી કાઢી હતી. તે રેલી નળ સરોવર ત્રણ રસ્તા, ગઢીયા, વાઘેલા બોડિંગ થઈ સાણંદ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી નિવેદનનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

Social