સાણંદ શહેર ભાજપ પ્રમુખ મુન્નાભાઈ ઝાલાનો સન્માન સમારોહ યોજાયો

ક્ષત્રિય સમાજ દ્વારા સાણંદ શહેર ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ ચનુભા ઝાલાનો સન્માન સમારોહ સાણંદ એકલિંગજી રોડ પર આવેલ પામ હોટલ ખાતે યોજાયો હતો.આ પ્રસન્ગે સાણંદમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો ,યુવાઓ ઉપસ્થિત હતા.મોટી સંખ્યામાં લોકોએ પુષ્પગુચ્છથી નવ નિયુક્ત ભાજપ પ્રમુખનું અભિવાદન કર્યું હતું. લોકોની લાગણીઓને વધાવતા મુન્નાભાઈએ શહેરની સમસ્યાઓ જેમ કે રોડ ,રસ્તા ,ગટર જેવા પ્રશ્નો ઉકેલવા માટે પોતે મહેનત કરશે એવી ખાતરી આપી હતી .અને પબ્લિક માટે તેઓ 24 કલાક ઉપલબ્ધ રહેશે તેવું જણાવતા લોકોમાં આનંદ છવાયો હતો .