માણકોલ ગામની ફેક્ટરીમાથી ફરી અજગર નીકળતા રેસ્કયુ કરાયો

સાણંદના નળકાંઠા વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી અલગ અલગ ગામોમાં અજગર નીકળવાની 7 ઘટનાઓ સામે આવી છે, સાણંદના માણકોલ ગામે ટાઈલસની ફેક્ટરીમા ફરી એક વખત 5 ફૂટ લાંબો અજગર નીકળતા એનીમલ લાઈફ કેર દ્વારા રેસ્કયુ ઓપરેશન હાથ ધરી બચાવી લઈ સારવાર માટે ખસેડયો હતો.
માણકોલ ગામની ડાયમંડ પથ્થર બ્લોકની ફેક્ટરી મા અજગર નીકળતા ગામના લોકો લોકો દોડી આવ્યા હતા અને એનિમલ લાઈફ કેરના વિજયભાઈ ડાભીને જાણ કરતાં વિજયભાઈ તમામ રેસ્ક્યુના સાધનો સાથે ગામે પહોંચી 5 ફુટ લાંબા અજગરને રેસ્ક્યુ કર્યું હતું. જે રેસ્ક્યુ ઓપરેશન જોવા ગામ ઉમટ્યું હતું. વિજય ડાભીએ કહ્યું કે 5 ફૂટ લાંબો અજગર બીમાર અવસ્થામાં હતો રેસ્કયુકરી સારવાર અર્થે અમદાવાદ ફોરેસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
હાલ ખેતીની સિઝનને લઈને ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાંથી અજગર બહાર નીકળતા હોવાની ઘટનાઓ વધી છે, જો કે હાલ સુધી કોઈ જાનહાનિની ઘટના બની નથી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 મહિનામાં સાણંદનાં મેલાસણા, હઠીપુરા, માણકોલ ચોકડી, માણકોલ ગામે એક ફેક્ટરીમાં, મેલાસણાની કેનાલમાં માછલા પકડવાની જાળમાંથી તેમજ ચેખલાના અમનગર,કુંડલ ગામમાંથી અજગરને રેસક્યું કરાયા છે.

Social