સાણંદમાં રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિરાટ ધર્મસભા યોજાશે

શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ૧ જાન્યુઆરી થી ૧૫ જાન્યુઆરી દરમ્યાન ઘર ઘર સંપર્ક અભિયાન થકી તમામ હિન્દુ ઘરો સુધી પુજિત અક્ષત, આમંત્રણ પત્રિકા અને ભગવાન શ્રી રામની ચિત્ર પ્રતિમા પ્રસાદ સ્વરૂપે પહોંચાડવા માટે વિરાટ ધર્મસભાનું આયોજન કરેલ છે. ધર્મસભામાં પૂજન કરેલ અક્ષત કળશ પૂજ્ય સંતોના હસ્તે દરેક ગ્રામ સમિતીને અર્પણ કરવામાં આવશે . આ ધર્મ સભા ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩, રવિવાર સમય બપોરે ૧-૦૦ કલાકે.
સાણંદ ડિ. માર્ટની સામે, રિમકાર ફલેટની બાજુમાં, બાયપાસ થી કાણેટી જવાના રસ્તે યોજાશે
આ પ્રસન્ગે આનંદનાથજી મહારાજ શંકરતીર્થ આશ્રમ, સાણંદ, શ્રી ધર્મેન્દ્રભાઈ ભાવાણી અખિલ ભારતીય સહમંત્રી, ધર્મ પ્રસાર, વિશ્વ હિન્દુ પરિષદ. ખાસ ઉપસ્થિત રહેશે .સભાનું આયોજન વિરાટ ધર્મસભા આયોજક સમિતિ દ્વારા કરાયું છે . ધર્મ સભામાં શ્રી રવિશંકરદાસજી મહારાજ (ખાખીબાપુ)વાળીનાથ મહાદેવ, કાણેટી, પ.પૂ મંહતશ્રી સદાશીવ બાપજી અમરાપુરી આશ્રમ, માણકોલ, શ્રી સીતારામ મહારાજ મહંતશ્રી, શંકરવાડી, સાણંદ., શ્રી હરદેવદાસજી ગુરૂપ્રભુદાસજી, મહંતશ્રી, વડવાળા મંદિર, સાણંદ., શ્રી સૂર્યાદેવીજીગાયત્રી મંદિર, નરોડીયાવાસ, સાણંદ., શ્રી ભરતરામ બાપા ભોજલ સ્વરૂપ આશ્રમ, અસલગામ.
શ્રી પ્રભુદાસ મહારાજ શ્રીરામ આશ્રમ, કમીજલા., શ્રી કાનદાસજી મહારાજ, રામજી મંદિર, બાવળીયાનો ઝાંપો, સાણંદ. જેવા સંતો-મહંતો ઉપસ્થિત રહેશે .

Social