પિંપણ ખાતે યોજાયેલ સ્નેહમિલનમાં પેન્શનરમંડળની કામગીરીને બિરદાવાઈ

સાણંદ તાલુકા પેન્શનર્સ મંડળની સામાન્ય સભા અને સ્નેહ સંમેલન કનુભા એ.રાણાના પ્રમુખ સ્થાને રામદેવ પીર મંદિર , પીપણ મુકામે યોજવામાં આવ્યું હતુ.જેમાં મંડળની કામગીરીને બિરદાવવામા આવી હતી.
આ પ્રસંગે પ્રમુખ કનુભા રાણાએ મહેમાનો અને સભ્યોને આવકારતુ પ્રેરક સ્વાગત પ્રવચન કર્યું હતુ તેમજ મંડળના મહામંત્રી જગદીશભાઈ બ્રહ્મભટ્ટે મંડળની પ્રવૃતિઓ નો વાર્ષિક અહેવાલ આપતા જણાવ્યું કે મંડળ 46 વર્ષ પહેલાં સ્થાપના કરી છે.સ્થાપક પ્રમુખ ગુલાબસિંહ વાઘેલા ,પૂર્વ પ્રમુખો રસુલભાઇ મીર, બળદેવભાઈ પટેલ અને અભેસંગદાદા ને સસ્નેહ યાદ કરીને મહામંત્રી એ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.
જગદીશભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં તાલુકા કક્ષાના મંડળોમાં સાણંદ મંડળ સભ્ય સંખ્યા ની દ્રષ્ટિ એ પ્રથમ છે.ઉપરાંત આપણાં મંડળની સેવા પ્રવૃત્તિઓ પણ સમગ્ર રાજ્યમાં વિશિષ્ટ છે.75, 80 અને 85 વર્ષ પૂર્ણ કરનાર સભ્યો નું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. પ્રમુખ કનુભાઈ રાણાએ 85 વર્ષ પૂર્ણ કરતાં મહામંત્રી જગદીશભાઈ બ્રહ્મભટ્ટે તેમનું સન્માન કર્યું હતુ. સભ્યોએ ઉભા થઇ તાલીઓના ગડગડાટથી કનુભાઈ રાણાને સન્માનિત કરાયા. કાર્યક્રમના ભોજનના દાતા સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલનો આભાર વ્યક્ત કરાયો .
જગદીશભાઈ બ્રહ્મભટ્ટે સૌ સભ્યોને મંડળને દાન આપવા અપીલ કરી જેથી વધુને વધુ સામાજિક સેવા થઇ શકે.સભામાં ચીમનભાઈ પટેલ ( નિવૃત જીલ્લા ખેતીવાડી અધિકારી,) રઘુવીરસિહ વાઘેલા (નિવૃત્ત ઉપસચિવ,) પ્રવિણસિંહ વાઘેલા (નિવૃત્ત રેન્જ ફોરેસ્ટ ઓફિસર) હરપાલસિંહ વાઘેલા (નિવૃત્ત આસી.કમિશ્નનર , જીએસટી ) , યુવરાજ સિંહ વાઘેલા (ભેટદાતા) સી.ટી.મકવાણા (ઉપપ્રમુખ , ગુજરાત રાજ્ય પેન્શનર સમાજ) અને મોટી સંખ્યામાં વિવિધ ખાતાઓ માં થી નિવૃત્ત થયેલા પેન્શનર્સ ઉપસ્થિત રહ્યા.સંમેલન ને સફળ બનાવવા કે.ડી.ગોલાણી(મંત્રી ) બાલાભાઈ ચૌહાણ (મંત્રી) જીલુભા ઝાલા , નારૂભા વાઘેલા અને સૌ કારોબારી સભ્યોની કામગીરી બિરદાવવા માં આવી.