સાણંદના ઉમિયા પાર્ક સામે સેફટી રેલિંગ જોખમી હાલતમાં

સાણંદના બાવળા રોડ પર આવેલ સોસાયટી સામે વોકડાની બાજુમાં રોડ પર છેલ્લા 2 મહિનાથી સેફ્ટી રેલિંગ તૂટેલી હાલતમાં છે, વળી રોડને અડીને વોકળા આવેલ છે. અહિયાંથી રોડ પર મોટી સંખ્યામાં વાહનો પસાર થતાં હોય છે, 2 વર્ષ અગાઉ આ રોડ પર બાયપાસ પાસે એક ટ્રક ચાલક વોકળામાં ખાબક્યો હતો, ત્યારે સેફ્ટી રેલિંગ તૂટી હતી તે સ્થળે પણ હજી સુધી રેલિંગ તૂટેલી હાલતમાં છે. અકસ્માત થાય તે પહેલા તંત્ર જોખમી વોકળા પર જોખમી સેફ્ટી રેલિંગનું સમારકામ કરે તેવી લોક માંગ ઉઠી છે.