બગોદરા નજીક હરીપુરા પાટિયા અકસ્માત થતા બે વ્યક્તિ ઇજાગ્રસ્ત

બગોદરા થી ધંધુકા જવાના માર્ગ ઉપર રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત થતાં બે વ્યક્તિને ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયા મળતી માહિતી મુજબ ધંધુકા નજીક હરીપુરા પાટિયા પાસે રીક્ષા અને કારનો અકસ્માત થતા 108ને જાણ કરવામાં આવી હતી ફેદરા 108 ઇએમટી પરસોત્તમભાઈ અને પાયલોટ રાહુલ કોલાદરા વાન સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત લાલજીભાઈ ગફુરભાઈ મીથાપરા (રહે. મીઠાપુર) અને નટવરભાઈ કાનજીભાઈ પટેલ (રહે. બાપુનગર અમદાવાદ)ને ધંધુકા ની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે રિક્ષામાં ચાર મુસાફરો હતા રીક્ષા ધંધુકા થી અમદાવાદ તરફ જઈ રહી હતી જ્યારે કાર અમદાવાદ થી રાણપુર તરફ જઈ રહી હતી તે સમયે હરીપુરા પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો.