મલ્ટીપલ બિઝનેસ

મલ્ટીપલ બિઝનેસ એક સાથે કેવી શક્ય છે? એની શ્રેણી માં આગળ ના ભાગ માં આપણે જોયું કે કેવી રીતે લિસ્ટ બનાવવું અને એને અનુસરવું જે આપણા બિઝનેસ ને નવી ઉંચાઇ પર લઈ જાય.
હવે આપણે શ્રેણી ને આગળ વધારીએ જેમાં આપણે જોઈશું કે બિઝનેસ ને સમજી ને આગળ વધવું જોઈએ ફકત પૈસા કમાવાની લાલચ માં સમજયા વગર દોડવું ના જોઈએ.તે આપણને ટુંકા સમય માટે જ ફાયદો આપે છે..
બિઝનેસ ને સમજી ને આગળ વધવું જોઈએ ફકત પૈસા કમાવાની લાલચ માં સમજયા વગર દોડવું ના જોઈએ.તે આપણને ટુંકા સમય માટે જ ફાયદો આપે છે..
જ્યારે આપણે એકસાથે બે જગ્યાએ પગ મૂકવાની કોશિશ કરીએ છીએ ત્યારે સંતુલન જાળવી શકતા નથી અને પડીએ છીએ.માટે એક કંપનીને પ્રોપર સેટ કર્યા પછી જ બીજી કંપની માટે વિચારવું જોઈએ.અને જ્યારે બીજી કંપની માટે વિચારીએ ત્યારે પહેલા બિઝનેસમાં અનુભવેલી તકલીફો, ભૂલો અને બાકીની તમામ બાબતો નોંધવી જોઈએ. તમારા પહેલા બિઝનેસનાં બધાં જ પાસાંઓને ઉત્તમ બનાવ્યા બાદ જ બિઝનેસ અને તમે પોતાના વર્કલોડને બમણો ક૨વાનું વિચારી શકો છો. જ્યારે તમે બીજો બિઝનેસ શરૂ કરો ત્યારે પહેલા નાના – નાના ગોલ બનાવો જેમ કે મહિના માટે એ હાંસલ થાય પછી ત્રણ મહિના માટે પછી વર્ષ માટે ગોલ બનાવો. જો તમે આ બધુંસફળતાપૂર્વક પાર પાડી શકો તો એમ કહી શકાય કે બિઝનેસ પ્રોપર વે માં ચાલે છે.
એક કંપનીને પ્રોપર સેટ કર્યા વગર જ બીજો બિઝનેસ શરૂ કરશો તો ઘણી બધી મુશ્કેલી નો સામનો કરવો પડી શકે છે અને કદાચ પરિસ્થિતી તમારા હાથ માં ના પણ રહે માટે પ્રોપર વે માં અને સિસ્ટમ થી જ ચાલવું જોઈએ.યોગ્ય સિસ્ટમ હશે તો એક થી વધુ બિઝનેસ ચલાવામાં પણ વાંધો નહીં આવે.
ધારો કે તમે બે બિઝનેસ સાથે સંકળાયેલા હો તો એ બન્ને બિઝનેસની કામગીરી અને બન્નેના આઇડિયા અલગ-અલગ હોવાના જ. બન્ને બિઝનેસના ટાર્ગેટ કસ્ટમ૨ પણ અલગ જ હશે . પરંતુ આપણે બિઝનેસ બિલ્ડિંગનાં ઘણાં પાસાંઓને સુધાર્યાં છે જેનાથી એકસાથે બન્ને બિઝનેસને સંલગ્ન પ્રોજેક્ટ્સ લઈ શકાય. બન્નેનું સેલ્સ અને માર્કેટિંગ, બન્ને માટે સમાન ઑનલાઇન પ્લૅટફૉર્મ વગેરે એકસાથે કરી શકીએ છીએ. એક બિઝનેસ માટે તો પહેલેથી જ આપણે આ બધી વસ્તુ ઓ રાખેલી છે તો બીજા બિઝનેસ વખતે બધું ફરીથી કરવું નહીં પડે અને આપણે ઓછા સમય ની અંદર આપણા બીજા બિઝનેસને ઊભો કરી શકીશું આપણો પહેલો બિઝનેસ જ બાકીના બધા બિઝનેસ માટે બેંચમાર્ક છે એટલે આપણે ઓછા સમય અને ઓછી મહેનતે વધુ પરિણામ મેળવી શકીશું જો તમે કોઈ અલગ અલગ બિઝનેસ સાથે સંકળાયેલી કંપનીઓ ચલાવતા હો તો પણ બન્નેમાં કંઈક ને કંઈક સમાનતા તો શોધી જ શકશો. પછી તમે તમારી આઉટસોર્સ ટીમને એ કામ આપી શકો છો અને એના માટે કોઈ નવી ટીમ બનાવવાની જરૂર નથી.
હવે બીજું મહત્વ નું એ છે કે તમારામાં એક ઉત્તમ લીડરની ગુણવત્તા હોય તો એક મજબૂત અને અસરકારક ટીમના સંગઠનની આવશ્યકતા વધી જાય છે. તમને ટીમ પાસે થી કામ લેતા આવડવું જોઈએ. આજના સ્પર્ધાત્મક માર્કેટમાં તમારો બિઝનેસ કઈ રીતે પ્રતિસ્પર્ધીઓની સમક્ષ ટકી શકે એ જોવાની ફ૨જ દરેક ટીમ- મેમ્બરની હોવી જોઈએ. બધાની પહેલી પ્રાથમિકતા તો બિઝનેસ-ગ્રોથ જ હોવી જોઈએ. સાઉથ વેસ્ટ દ્વારા જ્યારે એલન મસ્કને પૂછવામાં આવ્યું કે ટેસ્લા અને સ્પેસX વચ્ચે તે પોતાનો સમય કઈ રીતે મૅનેજ કરે છે? તો તેમનો જવાબ એ હતો કે “હું મારો મોટા ભાગનો સમય ડિઝાઇન પાછળ જ આપું છું.” બધી જ વસ્તુઓ જાતે ક૨વાને બદલે મસ્ક પોતાની ટીમ ૫૨ ભરોસો કરી તેમની વચ્ચે કામની વહેંચણી કરે છે. ટેસ્લા અને સ્પેસના બિઝનેસ અને ઑપરેશનના અધિકારીઓને તેણે બિઝનેસ સંભાળવાની જવાબદારી સોંપી દીધી છે. વધુમાં એલન મસ્ક કહે છે કે “મારું કામ તો ફક્ત એવું વાતાવરણ ઊભું ક૨વાનું છે જેમાં એ લોકોની સ્કિલ ઊભરાઈને બહાર આવે.” જો તમે ઉત્તમ ટીમથી ઘેરાયેલા હશો તો તમારો વર્કલોડ પણ ઓછો થશે
કેટલાક મહત્વ ના પરિબળો ધ્યાન માં રાખી ને તમે ટીમ બનાવી શકો છે જેમ કે…
• એવા કર્મચારીઓની પસંદગી કરો જેમની આવડત તમારા બિઝનેસ સાથે જોડાયેલ હોય.તમારા બિઝનેસ વિશે જાણકારી હોય જે તમારા બિઝનેસ ને આગળ લઈ જવા માં મદદરૂપ થાય.
• જવાબદારીને સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરી દો એટલે કોઈના મગજમાં કામ માટે કોઈ પણ પ્રકારની ગૂંચવણ ન રહે.
• હંમેશાં દરેક કર્મચારીની સ્કિલ વિકસતી રહે અને તે હંમેશાં કંઈ ને કંઈ શીખતો રહે એવું ઑફિસ કલ્ચર બનાવો
અને મજબૂત ટીમ મેળવવા માટે તમારા માં પણ ગુણ હોવા જોઈએ તમને ઉતમ લીડર બનતા આવડવું જોઈએ. તમારી ટીમના દરેક મેમ્બરને આદરભાવથી બોલાવો અને તેમને હંમેશાં પ્રોત્સાહન આપતા રહો તેમની સાથે એવી રીતે વર્તન કરો કે તમારું જીવન એ લોકો પર જ આધારિત હોય. ખરેખર તમારો બિઝનેસ એ લોકો પર જ આધાર રાખે છે.તમે તેમની સાથે બોસ બની ને ના રહો તેમની સાથે મિત્રતા કેળવવાની કોશિસ કરો એ લોકો ના મન માં સામે થી જ કામ કરવાની ને તમારા બિઝનેસ ને આગળ વધારવાની લગન લાગે , હા જરૂર પડે ત્યાં કડક વલણ અપનાવો પણ બને ત્યાં સુધી શાંતિ અને પ્રેમ થી કામ થાય એવું કરો.