સાધના ફાઉન્ડેશન દ્વારા સાણંદ સ્થિત પ્રધાન મંત્રી આવાસ યોજના અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

છેલ્લા ૮ માસથી સાધના ફાઉન્ડેશન દ્વારા સાણંદમાં વિચાર મંચની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ગત તા. ૩૦ ડિસેમ્બરના રોજ વિચાર મંચના આઠમાં મણકામાં હાઉસીંગ ફોર ઓલ હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના
અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ.
આ કાર્યક્રમમાં EWS-II માટે સાણંદ મુકામે ઔડ દ્વારા નવ નિર્મિત તદ્દન ઓછી કિંમતના મકાન મેળવવા માટેની અરજી કેવી રીતે કરવી તે અંગે વિમલભાઈ ત્રિવેદી, બિપીનભાઈ ઉપાધ્યાય અને ગૌરવભાઈ ઠક્કર દ્વારા વિગતે માહિતી આપવામાં આવેલ. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહેલ.