સાણંદથી સંસ્કારધામ બસની અનિયમિતતાને કારણે વિધાર્થીઓ ત્રસ્ત

સાણંદથી સંસ્કારધામ જવા માટે સાણંદ એસટી ડેપો થી ફતેપુરા રૂટની બસ વાયા ગોધાવી થઈને જતી હોવાથી આ બસ સમયસર ઉપડે છે જેની કોઈ સમસ્યા નથી. પરંતુ વિદ્યાર્થીઓને સંસ્કારધામથી પરત લાવવા ડેપો તરફથી એ બસ મુકવામાં આવી છે તે ખુબજ અનિયમિત હોવાથી વિધાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયોછે. આ બસને નિયમિત કરવા સાણંદ તાલુકા ડેવલોપમેન્ટ કાઉન્સિલના મંત્રી શામજીભાઈ પટેલે સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલ , એસટી વિભાગીય નિયામક સહિતને લેખિત રજુઆત કરી છે
આ રજૂઆત મુજબ બપોરે સ્કુલથી પરત ફરતાં અંદાજીત ૫૦ વિધાર્થી ભાઈ-બહેનો બપોરે ૦૧:૩૦ સુધીમાં બસ સ્ટેન્ડે આવી જાય છે. પરંતુ આ બસ મોટા ભાગે અનિયમિત હોય છે અને નાના બાળકો રોડ ઉપર રાહ જોઈને ઉભા હોય છે. ક્યારેક બસ અડધો કલાક કે ક્યારેક તેથી મોડી તો ક્યારેક બસની ટ્રીપ જ રદ કરી દેવામાં આવે છે. જયારે બસની ટ્રીપ જ રદ થાય છે ત્યારે શાળામાં ભણતા કુમળી વયનાં નાના બાળકોની શું હાલત દયનિય થાય છે. આ બાળકો પાસે મોબાઈલ પણ હોતા નથી કે વાલીઓ સાથે સંપર્ક કરી શકે. એક બાજુ નાના બાળકો બસની રાહ જોતાં હેરાન થતા હોય છે અને બીજી બાજુ વાલીઓ ઘરે ચિંતા કરતા હોય છે.
વધુમાં, સંસ્કારધામ શૈક્ષણિક સંકુલમાં દર મહિને બીજા અને ચોથા શનિવારે રજા હોય છે. આથી આ દિવસે બસ ની જરૂર હોતી નથી. પરંતુ પહેલાં અને ત્રીજા શનિવારે શાળા છૂટવાનો સમય ૧૧:૩૦ નો હોય છે. આથી દર મહિનાના પહેલાં, ત્રીજા અને જો પાંચમો શનિવાર હોય તો દરરોજ ૧૨:૩૦ ની ટ્રીપ છે તે શનિવારના દિવસે સાણંદ થી ૧૧:૦૦ કલાકે ઉપાડીને સંસ્કારધામ થી પરત ૧૧:૪૫ કલાકે ઉપડે તે માટે પચાસ કરતાં વધુ વિધાર્થીઓના હિતમાં જરૂરી સુવિધા રજૂઆત કરવામાં આવી છે

Social